ભારતમાં ભલે કોરોના સંક્રમણનું જોર થોડું ધીમું પડ્યું હોય પરંતુ 24 કલાકમાં નોંધાતા કેસ 50 હજારની આસપાસ રહે છે. વિશેષ બાબત એ છે કે દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1.20 લાખથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 49,881 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 517 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,40,203 થઈ ગઈ છે.