દેશમાં કોરોના વાયરસથીસંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોનાના નવા કેસમાં થોડી રાહત જરૂર મળી છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં આવેલા નવા કેસ બાદ દેશમાં કોરોના સંક્રમિતોના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, 24 કલાકમાં કોરોનાના 74, 383 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 918 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. નવા કેસ બાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70,53,807 થઇ ગઇ છે. શનિવારની વાત કરીએ તો દેશમાં 73,272 નવા કેસ સામે આવ્યાં હતાં. જ્યારે 926 દર્દીઓએ જીવ ગૂમાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 60, 77, 977 લોકો સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે દેશનાં અલગ અલગ હોસ્પિટલમાં 8,67,496 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલ મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,08,334 થઇ ગઇ છે. આઈસીએમઆર પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,78,544 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.