સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 93,337 કેસ સામે આવ્યા છે, જ્યારે દેશમાં 1,247 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 53,08,014 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ (Positive Case)ની સરખાણમીમાં હૉસ્પિટલ (Hospital)માંથી રજા મેળવનાર દર્દીઓની સંખ્યા વધી છે. 24 કલાકમાં કુલ 95,880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
હાલ દેશમાં કોરોનાના કુલ 10,13,964 સક્રિય કેસ છે. આ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 42,08,431 પર પહોંચી છે. દેશમાં કોરોના દર્દીઓ સાજા થવાનો દર 79.3 ટકા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 85,619 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.6 ટકા થયું છે. હાલ કુલ પોઝિટિવ કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબર પર છે. ભારત બાદ બ્રાઝિલ ત્રીજા નંબર પર આવે છે.