રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સોમવાર રાત સુધીમાં રાજ્યમાં કુલ 3548 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોલીસ- ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ સાથે કોરોનાએ અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં પગપેસારો કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.