ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.