ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ ગંભીર રીતે વધી રહ્યો છે. રોજ સરેરાશ 90 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે કોવિડ-19 (COVID-19) સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 94,372 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,114 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 47,54,357 થઈ ગઈ છે.