ચીન સહિત વિશ્વના 70 જેટલા દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે અમેરિકામાં 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોઈને શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી હતી. ન્યૂ રોશેલમાં કોરોના વાયરસના 23 નવા કેસ સામે આવ્યા હતા. ગવર્નર કુઓમોએ જાણકારી આપી હતી કે ન્યૂયોર્કમાં કોરોના વાયરસના 89 કેસ સામે અવ્યા છે. રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા કેસ સામે આવ્યા છે.