સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના ડાયમન્ડ સિટી ગણાતા સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે. જેને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
સુરતમાં કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં આવતા મહાનગર પાલિકાને પોતાની રણનીતિ બદલવી પડી છે. જે મુજબ હવેથી શહેરમાં દર્દીઓની સારવાર પર જ વધારે ભાર મૂકવામાં આવશે. અત્યાર સુધી મનપા દ્વારા ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ પ્રમાણે કામ થઈ રહ્યું હતું. જો કે રવિવારે સુરતમાં નવા 30 કોરોના પોઝિટિવ કેસો નોંધાવા સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 526 થઈ જતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આજ કારણે તંત્રએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.