ભારતમાં કોરોનાનો પ્રકોપ એકવાર ફરીથી પ્રચંડ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 93,249 દર્દીઓ નોંધાયા છે. જે છેલ્લા લગભગ 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ દરમિયાન 513 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે 4 ડિસેમ્બર બાદ પહેલીવાર આટલો મોટો આંકડો નોંધાયો છે. આ સાથે જ એકવાર ફરીથી દૈનિક કોરોના કેસ મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે પહોંચી ગયું. શુક્રવારે લગભગ 89 હજાર નવા કેસ સામે આવ્યા હતા. જે દુનિયામાં સૌથી વધુ હતા. ત્યારબાદ અમેરિકા (70,024), અને બ્રાઝિલ(69,662) નો નંબર હતો.