દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો (Death) ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,191લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે.
દેશમાં કોરોનાની બીજી લહેરનું તાંડવ ચાલી રહ્યું છે. દેશમાં દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. 25 દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. આ પહેલા 13 એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં 20 એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. 27 એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો. જેના 10 જ દિવસની અંદર મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે.