Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફ્રેન્સ કરી જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં 491 લોકો સાજા થયા છે, આમ અત્યાર સુધી 4748 લોકો સારવાર લઈને પોતાના ઘરે પરત ફર્યા છે. હવે, આપણો રિકવરી રેટ 20.57 ટકા છે, છેલ્લા 28 દિવસોથી જે જિલ્લાઓમાંથી કોઈ નવા કેસ સામે નથી આવ્યો તેની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, ચૈન્નઇ, હૈદરાબાદમાં કેસોની સંખ્યા વધતા ગૃહ મંત્રાલયે 4 ઇન્ટર મિનિસ્ટ્રિયલ ટીમોની રચના કરી છે. આ ટીમો આ જિલ્લાઓમાં જશે અને કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવશે.

લવ અગ્રવાલે જણાવ્યુ કે, ગત 24 કલાકમાં 1684 નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોના વાયરસથી 37 લોકોના મોત થયા છે તેની સાથે અત્યાર સુધી 718 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસ વધીને 23,077 થઇ ગયા છે. તેમનું કહેવુ છે કે, દેશના 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ નવો કેસ નથી નોંધાયો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. જ્યારે સુરતમાં તો 4 દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે.આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈરહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે. જેને કારણે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરત આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ