દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં 76 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 11 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 92 ટકા છે. દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં કોરોનાના 5991 કેસ સામે આવી રહ્યાં છે. દુનિયામાં પ્રતિ દસ લાખની વસ્તી પર 5944 કેસ નોંધાયા છે. પ્રતિ 10 લાખની વસ્તી પર ભારતમાં 89 લોકોના મોત થયા છે, જ્યારે વિશ્વભરમાં પ્રતિ 10 લાખની વસ્તી પર 154 મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5,41,405 થઈ ચુકી છે, તે દેખાડે છે કે આપણી હોસ્પિટલમાં બિનજરૂરી ભાર નથી. ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ અને ટ્રીટ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં સ્થિતિ સારી થઈ છે, તેને બચાવીને રાખવાની જરૂર છે.