દેશમાં કોરોના (Coronavirus Cases India)થી મોતનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશનાં અત્યાર સુધી કોરોનાથી કુલ 1,00,842 લોકોનાં મોત થયા છે. મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 79,476 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 64,73,544 પર પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 75,628 દર્દી સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસની સંખ્યા 9,44,996 છે. આ સાથે જ દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 54,27,706 પર પહોંચી છે. પોઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે.