કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. દરેક રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે હૉસ્પિટલમાં પથારી પણ નથી મળી રહી અને કોરોનાના દર્દીઓ હૉસ્પિટલની બહાર જ દમ તોડી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,61,500 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,47,88,109 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 12,26,22,590 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.