દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર ચડી રહ્યો છે. ગત દિવસોમાં કોરોનાના નવા કેસ 90 હજારને પાર થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 97 હજાર 570 કેસ સામે આવ્યા છે, જ્યારે 1,201 લોકોના મૃત્યું થયા છે. નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 46 લાખ 59 હજાર 984 થઈ છે. નોંધનીય છે કે ગુરુવારે કોરોના વાયરસના નવા 96 હજાર 551 કેસ સામે આવ્યા હતા, જ્યારે રેકૉર્ડ 1,209 લોકોનાં મોત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિત લોકો સાજા થવાનો દર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં હાલ કોરોનાના 9 લાખ 58 હજાર 313 સક્રિય કેસ છે, જ્યારે 36 લાખ 24 હજાર 196 લોકો કોરોનાથી બીમાર પડ્યા બાદ સાજા થયા છે. કોરોના વારસને કારણે દેશમાં અત્યારસુધી 77 હજાર 472 લોકોનાં મૃત્યું થયા છે. આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે દેશમાં ગત 24 કલાક દરમિયાન 10 લાખ 91 હજાર 251 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 5 કરોડ 51 લાખ 89 હજાર 226 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.