Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં હાલ કોરોના વાયરસના 7,88,223 કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1,26,86,049 થઈ છે. બીજી તરફ કુલ 1,117,32,279 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર 92.5 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ 8.31 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ