કોરોના વાયરસની બીજી લહેર નો કહેર હવે ધીમો પડતો હોય એવું લાગી રહ્યું છે. સંક્રમણના કેસો સતત એક લાખથી વધુ નોંધાતા દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગુરુવારે જાહેર થયેલા મૃત્યુના આંકડાઓએ ચિંતા વધારી દીધી. દેશમાં એક જ દિવસમાં 6,000થી વધુ દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. નોંધનીય છે કે આજે જાહેર થયેલા મૃત્યુઆંકમાં બિહાર (Bihar)ના બેકલોગ 3951 મૃત્યુના આંકડાનો પણ સમાવેશ થાય છે. આમ, એક જ દિવસમાં મૃત્યુ પામનારા લોકોના જાહેર થયેલા આંકડામાં આજે રેકોર્ડ નોંધાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 94,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 6148 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.