ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 48 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,071 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,136 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48,46,428 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 37 લાખ 80 હજાર 108 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,86,598 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 79,722 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.