કોવિડ-19 સામે ભારતમાં જંગ ચાલી રહ્યો છે કોરોના વેક્સીનના અભિયાનના માધ્યમથી. દેશમાં અત્યાર સુધીમાં 75 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 75,05,010 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,309 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 87 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,80,603 થઈ ગઈ છે.