દેશમાં કોરોના વાયરસના નવા કેસે ગતિ પકડી છે. છેલ્લા ત્રણ દિવસથી 80 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 2 સપ્ટેમ્બરે 82862 કેસ, 3 સપ્ટેમ્બરે 84156, જ્યારે 4 સપ્ટેમ્બરે 86432 કેસ વધ્યા છે. હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 40,23,179 થઈ ગઈ છે. ટેસ્ટિંગ પણ 11 લાખને પાર કરી દેવામાં આવ્યા છે. સ સપ્ટેમ્બરે 11.72 લાખ, જ્યારે 3 સપ્ટેમ્બરે 11.69 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાહતની વાત છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 31 લાખને પાર થઈ ચુકી છે. અત્યાર સુધી 31 લાખ 4 હજાર 512 લોકો સાજા થઈ ગયા છે. શુક્રવારે 69 હજાર 625 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ 8.43 લાખ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે, જ્યારે 69 હજાર 561 લોકોના મૃત્યુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1089 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.