ભારત (India)માં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસોમાં આંશિકા ઘટાડો નોંધાયો છે અને તે આંક 90 હજારની નીચે રહ્યો છે. ચોવીસ કલાકમાં કોવિડ-19 ટેસ્ટિંગની પણ સંખ્યા ઓછી હોવાના કારણે આંકડામાં ઘટાડો આવ્યો હોઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,961 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,130 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 54,87,581 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 20 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,43,92,594 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારે 24 કલાકમાં 7,31,534 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.