કોરોના વાયરસની બીજી લહેર દેશમાં જોખમી સાબિત થઈ રહી છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં અધધ 81,466 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 469 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,356 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દી ઓની સંખ્યા 6,14,696 પાર પહોંચી છે.
દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,03,131 કેસ નોંધાયા છે. જ્યારે 1,15,25,039 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 1,63,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી દેશમાં 6,87,89,138 લોકોને કોરોનાની વેક્સીન (Corona vaccine) આપવામાં આવી છે. દેશમાં અત્યારસુધી 24 કરોડથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.