દેશમાં રવિવાર અને સોમવારે એક જ દિવસમાં 90 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા ચિંતા અનેકગણી વધી ગઈ હતી. પરંતુ મંગળવારે જાહેર થયેલા આંકડામાં થોડી રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. આજે આ આંકડો 75 હજારની આસપાસ પહોંચી ગયો છે. જેથી પોઝિટિવ કેસોમાં 15 હજાર જેટલા કેસ ઓછા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 75,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,80,423 થઈ ગઈ છે.