ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત એ જ ગતિથી આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં 73 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1.11 લાખથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 67,708 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 680 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,07,098 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 63 લાખ 83 હજાર 442 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,12,390 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,266 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.