ભારતમાં કોરોના ના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 3.81 લાખને પાર પહોંચી ગઈ છે. રોજ નોંધાતા મૃત્યુઆંક બે હજારથી નીચે નથી નોંધાતા જે ચિંતાનું મોટું કારણ છે. બીજી તરફ, રાહતની વાત એ છે એક્ટિવ કેસ (Covid Active Cases)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 71 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 8 લાખે પહોંચ્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના રિકવરી રેટ 95.93 ટકા થઈ ગયો છે.
ગુરુવાર 17 જૂને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 67,208 નવા ]પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2,330 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,00,313 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,55,19,251 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.