દેશમાં કોરોનાની બીજી લહેર થી સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સતત બીજા દિવસે 62 હજારથી વધુ લોકો કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસો પણ ટૂંક સમયમાં પાંચ લાખે પહોંચી જશે તેવો ડર છે. 24 કલાકમાં નોંધાતો મૃત્યુઆંક 300થી વધી જતાં ચિંતામાં વધારો થયો છે.
ભારતમાં કુલ 6 કરોડથી વધુ કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,714 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 312 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,19,71,624 થઈ ગઈ છે.