દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આથી હવે કોરોનાથી ઝડપથી મુક્તિ મળી જશે તેવી આશા જન્મી છે. ભારત સરકારના પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,212 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 74,32,680 પર પહોંચી છે. સાથે બીજી આનંદની વાત એ છે કે દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા આઠ લાખની નીચે પહોંચી ગઈ છે. હાલ દેશમાં કોરોનાના કુલ 7,95,087 સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વાત કરીએ તો 837 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. આ સાથે દેસમાં કુલ મૃત્યાંક 1,12,998 થયો છે. દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે.
કોરોનાથી સાજા થયેલા લોકોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 70,086 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સંખ્યા દેશમાં નવા નોંધાયેલા કેસથી વધારે છે. દેશમાં સાજા થવાનો દર 87.8 ટકા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 65,24,595 લોકો સાજા થયા છે. કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારત અમેરિકા બાદ બીજા નંબર પર છે.