ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવાને લઈ મંગળવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ઘણા દિવસો બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 70 હજારની નીચે નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,267 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 884 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,85,083 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 56 લાખ 62 હજાર 491 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,19,023 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,569 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.