દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona virus)ના 6,822 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલે એટલે કે 06 ડિસેમ્બરના આંકડા કરતા 17.8 ટકા ઓછા છે. આટલું જ નહીં, દેશમાં સતત 11 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક 10 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે અને 163 દિવસ સુધી દૈનિક 50 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,004 કોરોના દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ દેશમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,79,612 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 220 લોકોના મોત થયા છે. આ સાથે આ રોગચાળા (Epidemic)થી કુલ મૃત્યુઆંક વધીને 4,73,757 થઈ ગયો છે.