ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશન ના બીજા ચરણનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 5.55 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તો તેની સામે કોવિડ-19 (Covid-19) સંક્રમણના બીજા વેવે હાહાકાર બોલાવી દીધો છે. તેના કારણે એક્ટિવ કેસો માં જોરદાર ઉછાળો નોંધાયો છે. હાલ એક્ટિવ કેસનો આંક 4 લાખને પાર થઈ ગયો છે. રોજ નોંધાતા મૃત્યુના આંકડા પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક 250ની ઉપર નોંધાયો છે.
ભારતમાં કુલ 5 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 257 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,46,652 થઈ ગઈ છે.