ભારતમાં શિયાળાની શરૂઆત થવાની સાથે જ કોરોનાના કેસોમાં ફરી આંશિક વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સતત ઘટી રહેલા સંક્રમણના કેસો હવે 50 હજારના આંકડાની આસપાસ રહેવા લાગ્યા છે. બીજી તરફ 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 500થી વધારે જ નોંધાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 47,905 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 550 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 86,83,917 થઈ ગઈ છે.