દેશમાં ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે કોરોનાનો પીક ટાઇમ પૂરો થઈ ગયો છે પરંતુ હકીકત એ છે કે સંક્રમણ પર પૂરી રીતે કાબૂ મેળવવામાં લાંબો સમય લાગશે. 24 કલાકમાં નોંધાતા કેસોની સંખ્યા પણ 50 હજારથી વધુ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,838 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 702 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,06,946 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 68 લાખ 74 હજાર 518 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,15,812 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,16,616 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.