ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. હવે દેશમાં કુલ સંક્રમિતોનો આંક 75 લાખને પાર થઈ ચૂક્યો છે. ચિંતાજનક બાબત એ પણ છે કે અત્યાર સુધીમાં 1.14 લાખ લોકોએ કોવિડ-19 સામે લડતાં જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,722 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 579 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 75,50,273 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 66 લાખ 63 હજાર 608 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,72,055 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,14,610 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.