ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસો નોંધાવવામાં મોટો ઘટાડો નોંધાયો છે જે આંશિક રાહતના સમાચાર કહી શકાય. તેની સાથે જ કોરોનાના ભોગ બનનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,342 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 706 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 71,75,881 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 62 લાખ 27 હજાર 296 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 8,38,729 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,09,856 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.