ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 40 હજારની નીચે પહોંચેલો આંકડો હવે 50 હજારની આસપાસ રહે છે. 30 જૂનના ચોવીસ કલાકમાં 48 હજારથી વધુ સંક્રમિત કેસો સામે આવ્યા છે. બીજી તરફ, મોતના આંકડાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, દેશમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 4 લાખને સ્પર્શવા આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,786 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,005 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,04,11,634 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 33,57,16,019 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.