દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) ધીમે ધીમે શાંત પડી રહી છે. અનેક રાજ્યોમાં સ્થિતિ ખૂબ ઝડપથી સુધરી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 48,698 કેસ નોંધાયા છે. આ દરમિયાન 64,818 લોકો સાજા થયા છે. 24 કલાકમાં દેશમાં 1,183 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં સાજા થવાનો દર 96.7 ટકા થયો છે.
દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી 3,01,83,143 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેની સામે 2,91,93,085 લોકો સાજા થયા છે. દેશમાં હાલ 5,95,565 લોકો એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે. દેશમાં કોરોનાથી મોતનો આંકડો ચાર લાખની નજીક પહોંચ્યો છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 3,94,493 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી કુલ 31.50 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.