ભારતમાં કોરોના સંક્રમણના કહેરની અસર મહદઅંશે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 81.84 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1.22 લાખથી વધુનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46,964 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 470 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 81,84,083 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 74 લાખ 91 હજાર 513 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,70,458 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,22,111 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.