દેશભરથી હવે કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગત એક સપ્તાહ દરમિયાન સંક્રમણના નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે. આ સાત દિવસો દરમિયાન એક લાખથી વધુ લોકો કોરોના (Covid-19)ની ઝપટમાં આવ્યા છે. આ ઉપરાંત ગત એક સપ્તાહ દરમિયાન મોતના દર (Corona Death Ratio)માં પણ 41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્તાહ બાદ સૌથી વધુ 1239 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે ભારત (India)માં અગાઉની તુલનામાં મોતનો દર ખૂબ ઓછો છે.
રવિવારે ભારતમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા. ગત 130 દિવસ બાદ એક દિવસમાં આટલો મોટો વધારો નોંધાયો છે. આ પહેલા એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં સંક્રમણના કેસ ગયા વર્ષે 11 નવેમ્બરે આવ્યા હતા. પહેલાની જેમ આ વખતે પણ કોરોનાનો સૌથી વધુ માર મહારાષ્ટ્ર પર પડ્યો છે. રવિવારે અહીં 30 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.