દેશના નાગરિકો એક તરફ કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ સંક્રમણ હજુ પણ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 93 લાખને સ્પર્શવાની નજીક છે. બીજી તરફ રોજ સરેરાશ 500 લોકો કોવિડ-19 સામે લડતાં પોતાનો જીવ ગુમાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,489 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 524 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 92,66,706 થઈ ગઈ છે.