દેશમાં કોરોના (Corona Virus)ના કેસમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,376 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 92,22,217 પર પહોંચ્યો છે. જેમાંથી 4,44,746 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 86,42,771 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 481 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,34,699 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 11 લાખ લોકોના કોરોના ટેસ્ટ
ICMRના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 લાક 59 હજાર 32 ટેસ્ટ કરાયા. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો 13 કરોડ 48 લાક 41 હજાર 307 પર પહોંચ્યો છે. વધુ ટેસ્ટિંગના કારણે કોરોના સંક્રમિતોને શોધવામાં મદદ મળી રહી છે.