Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોને કારણે દેશવાસીઓની ચિંતા ફરી વધી ગઈ છે. કોરોના (Covid-19)નો ગ્રાફ દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસોનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે છેલ્લા 24 કલાકમાં 44 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે. એક્ટિવ કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલ આંકડો 3 લાખને પાર થઈ ગયો છે. 
દેશમાં કુલ 4 કરોડ 46 લાખથી વધુ કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,846 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 197 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,15,99,130 થઈ ગઈ છે.
કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 11 લાખ 30 હજાર 288 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 22,956 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,09,087 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,59,755 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ