કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 45,254 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 4,55,033 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.
કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 1,206 લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ 1.3 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 4,07,145 થયો છે. હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ 37,21,96,268 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.