કેરળ અને મહારાષ્ટ્રમાં સતત નોંધાઈ રહેલા સંક્રમણના આંકડા ચિંતાજનક છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 29,682 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 142 દર્દીનાં મોત થયા છે. તો મહારાષ્ટ્રમાં એક દિવસમાં 4130 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દી કોરોના સામેની લડાઈ હારી ગયા છે. આ બે રાજ્યોના કારણે દેશમાં સંક્રમણનો આંક 42 હજારને પાર થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ 4.10 લાખથી વધુ થઈ ગયા છે. રિકવરી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કોવિડ રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં સારો એટલે કે 98.76 ટકા છે.