ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં પણ 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ માત્ર 24 હજાર કેસ નોંધાયા છે. પંજાબમાં 2300થી વધુ કેસ નોંધાયા છે તો ગુજરાતે પણ ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે. મૃત્યુઆંકની વાત કરીએ તો 199 લોકોનાં મોત થયા છે જેમાં સૌથી વધુ પંજાબ અને મહારાષ્ટ્રમાં 58-58 લોકોએ જીવ ગુમાવ્યો છે. છત્તીસગઢમાં 12 અને કેરળમાં 12 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં કુલ 4 કરોડ 84 લાખથી વધુ કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે 30 લાખથી વધુ લોકોને કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,715 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 199 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,16,86,796 થઈ ગઈ છે.