દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈને ફેલાઈ રહ્યું છે. સતત બીજા દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખના આંકડાને પાર થઈ છે, જ્યારે અત્યાર સુધી દેશમાં ત્રણ વાર આવું થયું છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખથી વધી ગઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા 36.45 લાખથી પણ વધી જતાં ચિંતામાં વધારો થયો છે.
શુક્રવાર 7 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,14,188 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,915 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,14,91,598 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,49,73,058 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.