દેશમાં કોરોનાની ઝડપ ફરી એક વાર વધતી જોવા મળી રહી છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને પહેલા જ ચેતવણી જાહેર કરવામાં આવી ચૂકી છે. એવામાં કોરોના સંક્રમણ વધતા કેસ તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. બીજી તરફ, કોરોના રસીકરણ અભિયાન પણ વેગ પકડતું જઈ રહ્યું છે. શનિવારે 51 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ ઘટ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,742 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 535 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 43,31,50,864 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 51,18,210 લોકોને રસી આપવામાં આવી છે.