ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 13 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. બીજી તરફ, સંક્રમણનું જોર પણ થોડું ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. એક દિવસમાં 31 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 300ની નીચે નોંધાયો છે. નિપાહ વાયરસના ખતરાની વચ્ચે કેરળમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાતા 19 હજાર નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 4 હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 19 લોકો સંક્રમિત થયા છે.