ભારતમાં એક તરફ 24 કલાકમાં કરવામાં આવતા કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 482 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,62,810 થઈ ગઈ છે.