દેશમાં કોરોના સંક્રમણની ઝડપ થોડી ઓછી ચોક્કસ થઈ છે પરંતુ એ કહેવું વહેલું ગણાશે કે કોરોનાની પીક ખતમ થઈ ગઈ છે. કોવિડ-19 (Covid-19)ના વધતા ગ્રાફની વચ્ચે છેલ્લા 24 કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. નવા દર્દીઓનો આંકડો 5 દિવસ બાદ 4 લાખની નીચે નોંધાયો છે. એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 4 હજારથી નીચે નોંધાઈ છે.
10 મે સોમવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં દેશમાં 3,66,161 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,754 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,26,62,575 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 17,01,76,603 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.