દેશમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓમાં થોડોક વધારો નોંધાયો છે. અગત્યની બાબત એ છે કે, દેશના લગભગ 54 ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છે. 11 મેના રોજ મહારાષ્ટ્ર માં સૌથી વધુ 5,61,347, ત્યારબાદ કર્ણાટકમાં 5,87,472, કેરળમાં 4,24,309, ઉત્તર પ્રદેશ માં 2,16,057 અને રાજસ્થાનમાં 2,05,730 એક્ટિવ કેસ હતા.
નોંધનીય છે કે, 13 મે ગુરૂવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,62,727 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,37,03,665 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 17,72,14,256 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.